24 May 2020

GCERT Digital Desk નો ઉપયોગ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ સમજ

📚 હાલ લોકડાઉનની પરિસ્થિતિના કારણે બાળકો પોતાના ઘરે *ડિઝીટલ માધ્યમ* થકી અભ્યાસ કરી શકે તે માટે એક સરસ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે - GCERT
➡ *શિક્ષક - વિદ્યાર્થી - વાલી કોઇ પણ Register થઇ શકે છે* 
●GCERT DIGITAL DESK માં ઉપલબ્ધ છે *ધોરણ ૩ થી ૧ર* ના Video - Assignment - Mock Test અને બીજું ઘણું બધું.
▪︎સૌપ્રથમ નીચે આપેલી લિંકને ઓપન કરવી ત્યારબાદ તેમાં *GCERT DIGITAL DESK* પર ક્લિક કરી ને ઓપન કરવું⤵️
▪︎ત્યારબાદ *Register with us - Sign up* પર ક્લિક કરી જરૂરી માહિતી સબમિટ કરવી
▪︎આપને આપના મોબાઇલ નંબર OTP વડે જાણ કરવામાં આવશે ત્યારબાદ તે *યુઝર નેમ* અને *પાસવર્ડ* વડે લોગીન થવું
▪︎લોગીન કરતા જ જમણી બાજુ પર આવેલ *Study Panel* પર ક્લિક કરવું જેમાં આપને બે માધ્યમ ( અંગ્રેજી અને ગુજરાતી ) મળશે
▪︎આપ જે માધ્યમમાં અભ્યાસ કરવા માંગતા હોય તેના પર ક્લિક કરતા તે માધ્યમના *ધોરણ ૧ થી ૧૨* સુધીના તમામ ધોરણ ઓપન થશે
▪︎આપ જે ધોરણ પર ક્લિક કરશો તેના વિષયો ઓપન થશે અને આપ અભ્યાસ કરી શકશો
👍આપની શાળાના વાલીઓ અને બાળકોને પહોચાડો અને Digital Desk નો ઉપયોગ કરો.
Share This
Previous Post
Next Post