👉🏽 આ પવિત્ર પર્વને ગુજરાતમાં નાતાલ કહેવામાં આવે છે.અંગ્રેજીમાં ક્રિસમસ અને હિન્દીમાં બડા દિન તરીકે મનાવવામાં આવે છે .2000 વર્ષ પહેલાંના બેથલેહેમ શહેરના દાઉદ નગરનાં નાઝરેથ ગામમાં બાળ ઇસુનો જન્મ સાધારણ ગભાણમાં થયો હતો.આ દિવસે કડકડતી ઠંડી હતી.માતા મરિયમ અને પિતા યુસુફ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે પ્રસુતિ માટે નગરમાં ભટકતા હતા.પરંતુ તેઓની નજરમાં ક્યાંક જગ્યા ન મળી અને તેમાં તેઓએ ગમાણમાં આશરો લીધો.અને ત્યાં બાળ ઇસુનો જન્મ થયો.

